Site icon hindtv.in

સુરતમાં વધી રહેલી હત્યા પ્રયાસ અને હત્યાની ઘટના

સુરતમાં વધી રહેલી હત્યા પ્રયાસ અને હત્યાની ઘટના
Spread the love

સુરતમાં વધી રહેલી હત્યા પ્રયાસ અને હત્યાની ઘટના
હુમલાખોરોએ ચપ્પુના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર
દિવાળીએ પરિવારે મોભી ગુમાવતા શોકની કાલીમાં છવાઈ ગઈ

સુરતમાં વધી રહેલી હત્યા પ્રયાસ અને હત્યાની ઘટનાઓ વચ્ચે કાપોદ્રામાં કારખાનેથી ઘરે જઈ રહેલા રત્નકલાકારની અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી. તો સામી દિવાળીએ પરિવારે મોભી ગુમાવતા શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.

સુરતમાં 3 દિવસ પહેલાં માત્ર 5 કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા હતા. ગત મોડીરાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં ઘાતકી હત્યાનો બનાવ બન્યો છે. હીરાના કારખાના પરથી પરત ઘરે જઈ રહેલા 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્નકલાકારને બાઈક પર આવેલા બે શખસ ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં સુરેશને ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકમા આરોપીની ધરપકડ કરી લીધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Exit mobile version