Site icon hindtv.in

સુરતમાં નસેડીઓ કરી રહ્યા છે અકસ્માતની ઘટનાઓ

સુરતમાં નસેડીઓ કરી રહ્યા છે અકસ્માતની ઘટનાઓ
Spread the love

સુરતમાં નસેડીઓ કરી રહ્યા છે અકસ્માતની ઘટનાઓ
ડિંડોલીમાં નશાની હાલતમાં ટેમ્પો ચાલકે અકસ્માત સર્જ્યો
સદનસીબે અકસ્માતમાં ગંભીર જાનહાની થઈ ન હતી.

સુરતમાં નસેડીઓ વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ડિંડોલીમાં નશાની હાલતમાં ટેમ્પો ચાલકે અકસ્માત સર્જતા ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો જો કે સદનસીબે અકસ્માતમાં ગંભીર જાનહાની થઈ ન હતી. જો કે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ નંદનવન રોડ પર એક ટેમ્પો ચાલકે નશાની હાલતમાં વાહન ચલાવતા અકસ્માત સર્જ્યો હતો. સ્થાનિકોએ કહ્યુ હતું કે નશાખોરીના અડ્ડેથી નીકળેલા ટેમ્પો ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો રોડ પરના ડિવાઈડર સાથે અથડાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પલ્ટી ખાધેલા ટેમ્પોને સીધો કરવામાં તેમજ ચાલકને બહાર કાઢવામાં મદદ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે નશાની હાલતમાં વાહન ચલાવનાર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Exit mobile version