મહેસાણા ત્રોજના રાજપુરામાં ફૂડ પોઈઝનની ઘટના

Featured Video Play Icon
Spread the love

મહેસાણા ત્રોજના રાજપુરામાં ફૂડ પોઈઝનની ઘટના
ધાર્મિક પ્રસંગમાં સેવ-ખમણી ખાધા બાદ ગ્રામજનોને અસર
100 થી વધુ લોકોની તબિયત લથડતા મચી દોડધામ

મહેસાણા જિલ્લામાં તાજેતરમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનાઓ સામે આવી છે. રાજપુરા ગામે 100થી વધુ લોકોની તબિયત લથડતા મચી દોડધામ.

મહેસાણા જિલ્લામાં દેત્રોજના રાજપુરા ગામે ધાર્મિક કાર્યક્રમમાં સેવ-ખમણી ખાવાથી ૧૦૦ થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. આ ઉપરાંત, અગાઉ સતલાસણાની સ્કૂલમાં પણ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જે બાદ ફ્રૂટ તથા ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. આવી ઘટનાઓથી બચવા માટે ખાસ કરીને જાહેર પ્રસંગોમાં ખોરાકની સ્વચ્છતા અને ગુણવત્તા બાબતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

ગામમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ તરીકે સેવ-ખમણી ખાધા બાદ ગ્રામજનોની તબિયત લથડી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, 100થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. ભોજન લીધાના થોડા સમય બાદ લોકોને ઉલટી, ઉબકા અને ચક્કર આવવા જેવી ફરિયાદો શરૂ થઈ હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ દેત્રોજ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *