Site icon hindtv.in

સુરતમાં દોડતી કારમાં આગ લાગવાની ઘટના

સુરતમાં દોડતી કારમાં આગ લાગવાની ઘટના
Spread the love

સુરતમાં દોડતી કારમાં આગ લાગવાની ઘટના
ખટોદરા વિસ્તારમાં કિયા કાર્નિવલ કારમાં આગ
આગમાં કોઈ જાનહાની નહી થતા હાશકારો

સુરતમાં દોડતી કારમાં આગ લાગવાની ઘટના ફરી પ્રકાશમાં આવી છે જેમાં ખટોદરા વિસ્તારમાં એક કિયા કાર્નિવલ કારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.

સુરતમાં વારંવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ખટોદરા વિસ્તારમાં કોમ્યુનિટિ હોલ પાસે ચોસઠ જોગાણી માતાના મંદિર રોડ પરથી પસાર થતી એક કિયા કાર્નિવલ ગાડીમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. તો કારમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને લઈ લોકોએ તાત્કાલિક ફાયરને જાણ કરતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

Exit mobile version