Site icon hindtv.in

સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતી પર જીવલેણ હુમલાની ઘટના

સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતી પર જીવલેણ હુમલાની ઘટના
Spread the love

સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતી પર જીવલેણ હુમલાની ઘટના
દીનદયાળ નગરમાં 20 વર્ષની યુવતી પર લાકડાના ફટકાથી હુમલો
ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી હોય તેમ દીનદયાળ નગરમાં 20 વર્ષની યુવતી પર લાકડાના ફટકાથી કરાયેલો હુમલો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

સુરતમાં કાયદો વ્યવસ્થા સામે ફરી સવાલો ઉભા થયા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે કાપોદ્રાના દીનદયાળ નગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં યુવતી પર લાકડાના ફટકાથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાની સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું જાણવા મળે છે. ઘટનાને પગલે યુવતીના પરિવારજનો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ ન્યાયની માંગ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી સહિતના પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version