Site icon hindtv.in

સુરતના અડાજણ-ગોરાટ વોર્ડ નંબર 11 ના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન

સુરતના અડાજણ-ગોરાટ વોર્ડ નંબર 11 ના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન
Spread the love

સુરતના અડાજણ-ગોરાટ વોર્ડ નંબર 11 ના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન
ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશભાઈ મોદી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત
કોર્પોરેટર પરિમલભાઈ ચાસીયા દ્વારા કાર્યક્રમનું આયોજન

સુરતના અડાજણ-ગોરાટ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 11ના જનસેવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશભાઈ મોદી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

અડાજણ-ગોરાટ વિસ્તારના મહર્ષિ એપાર્ટમેન્ટ ખાતે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 11ના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન ધાર્મિક વિધિ અને શુભેચ્છા વચ્ચે યોજાયું હતો. કાર્યક્રમની અધ્યક્ષતા કબીર મંદિર, રામપુરાના મહંત શ્રી તુલસીદાસજી છગનદાસજીએ કરી હતી, જ્યારે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત મહાનગર પાલિકાના શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા, કોર્પોરેટર વૈશાલીબેન શાહ અને કોર્પોરેટર હર્ષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

જનસેવા કાર્યાલય મારફતે સ્થાનિક નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ અને જનસંપર્ક વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો સમગ્ર કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર પરિમલભાઈ ચાસીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Exit mobile version