Site icon hindtv.in

તાપી જિલ્લામાં પોલીસ ભવનનું ઈ-લોકાર્પણ

તાપી જિલ્લામાં પોલીસ ભવનનું ઈ-લોકાર્પણ
Spread the love

તાપી જિલ્લામાં પોલીસ ભવનનું ઈ-લોકાર્પણ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઈ-લોકાર્પણ
સોનગઢમાં નવનિર્મિત પોલીસ ભવનનું ઈ-લોકાર્પણ

તાપી જિલ્લામાં સોનગઢમાં નવનિર્મિત પોલીસ ભવનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઈ-લોકાર્પણ

તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે નવનિર્મિત પોલીસ બિલ્ડિંગનું રવિવાર, ૨૨ માર્ચના રોજ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. એક ગરિમાપૂર્ણ સમારોહમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ આધુનિક પોલીસ ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી જયરામભાઈ ગામીત વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી, તાપી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) જે.એન. દેસાઈ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત સોનગઢ પીઆઇ એન એસ ચૌહાણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વહીવટી તંત્રની સાથે સ્થાનિક સ્તરે પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ગામના વડીલો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી હતી. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ નવું પોલીસ ભવન પોલીસ કર્મચારીઓની કામગીરીમાં સુગમતા લાવશે અને નાગરિકોને પોતાની રજૂઆતો માટે આધુનિક વાતાવરણ પૂરું પાડશે, જેનાથી જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાને વધુ વેગ મળશે. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ પોલીસ વિભાગની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે કટિબદ્ધ છે….

Exit mobile version