Site icon hindtv.in

માંડવીમાં ફોરેસ્ટ સ્ટાફ માટે નવી ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ

માંડવીમાં ફોરેસ્ટ સ્ટાફ માટે નવી ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ
Spread the love

માંડવીમાં ફોરેસ્ટ સ્ટાફ માટે નવી ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ
હોસ્ટેલને ‘શહીદ વિકાસ દેસાઈ ટ્રાન્ઝિટ હોસ્ટેલ’ નામ અપાયું

માંડવી વન દર્પણ કોલોની ખાતે ફોરેસ્ટ વિભાગના ક્ષેત્રીય ફ્રન્ટ લાઇન સ્ટાફ માટે નવી ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ કેબિનેટ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા ના વરદ હસ્તે કરાયુ . જેનું નામ શહિદ વિકાસ દેસાઈ ટ્રાન્ઝિટ હોસ્ટેલ રખાયું

તારીખ 26/9/2026 ના રોજ માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વન અને પર્યાવરણ વિભાગ અને સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા માંડવી વન દર્પણ કોલોની માં ફોરેસ્ટ ના ક્ષેત્રીય ફ્રન્ટ લાઇન સ્ટાફ માટે નિમાર્ણ કરવામાં આવેલ નવી ટ્રાનિ્ઝટ હોસ્ટેલ નું લોકાર્પણ કરવામાં આવ્યુ. તેનું નામ શહિદ વિકાસ દેસાઈ ટ્રાન્ઝિટ હોસ્ટેલ રાખવામાં આવ્યું ત્યાર બાદ મંત્રીશ્રી માંડવીના જંગલ વિસ્તાર નું ધજ જંગલ વિસ્તાર માં આવેલ માથા મહુડી વોચ ટાવર પર ધજ ગામ થી ખુલ્લી સફારી જીપ મંત્રીશ્રી દ્વારા જંગલ નિરીક્ષણ કરવામાં આવ્યું બાદ માથા મહુડી વોચ ટાવર ખાતે થી માંડવી ના સમૃધ્ધ જંગલ નું નિરીક્ષણ કરવામાં આવ્યું . અને આ જગ્યા ના વિકાસ માટે માર્ગદર્શન આપ્યું તથા ગુજરાત માં પ્રથમ વાર ગુજરાત વન વિભાગ માં સુરત વન વિભાગ દ્વારા સેટેલાઇટ ફોન નું અનાવરણ કરવામાં આવ્યુ બાદ વન વિભાગ ક્ષેત્રીય ફ્રન્ટ લાઇન સ્ટાફ સાથે વાર્તાલાપ કરી કર્મચારીઓ અધિકારીઓ ને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ત્યાર બાદ મંત્રી શ્રી વીસડાલીયા મુકામે વીસડાલીયા રૂરલ મોલ અને વીસડાલીયા ક્લસ્ટર ની મુલાકાત લીધી. વીસડાલીયા ક્લસ્ટર મહિલા સંચાલિત સેનેટરી પેડ ઉત્પાદન યુનિટ નું ઉદ્ઘાટન કર્યું તથા ક્લસ્ટર ના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો અને વાંસ આધારિત ફર્નિચર તથા ઉત્પાદન અને રોજગારી વિશે માહિતી મેળવી ત્યાર બાદ સાંજે બલેઠી ગામની મુલાકાત દરમિયાન સુરત વન વિભાગ અને વન પુનઃ કલ્યાણ સમિતિ બલેઠી દ્વારા સીવણ પ્રશિક્ષણ વર્ગ (સીવણ ક્લાસ) ને ગામ ની મહિલાઓ ની આત્મનિર્ભરતા અને સ્વરોજગારી માટે ખુલ્લો મૂકવામાં આવ્યો બાદ રાત્રે JFMC વન કલ્યાણ સમિતિ બલેઠી અને ગ્રામ લોકો જોડે રાત્રિ સભા યોજવામાં આવી આ સભા માં બહોળી સંખ્યા માં ગ્રામજનો જોડાયા હતા. ગામ ના સરપંચ અને વન કલ્યાણ સમિતિ ના પ્રમુખ દ્વારા મંત્રી સાહેબ શ્રી નુ સ્વાગત કરી. સમિતિ દ્વારા કરવામાં આવેલ કામગીરી અને મેળવેલ પ્રસિદ્ધિ ની માહિતી મંત્રી શ્રી ને આપવામાં આવી. મંત્રી શ્રી દ્વારા ગામ ના વડીલ અને પૂર્વ પ્રમુખ શ્રી કિશોર કાકા નું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું બાદ રાત્રે બલેઠી ગામ ના કિસાન પરીવાર જોડે રાત્રિ ભોજન કર્યું. હતું અને આદિવાસી કલ્ચર ની માહિતી મેળવી હતી. આ પ્રવાસ માં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અને સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી હાજર રહ્યા હતા. વન વિભાગ ના અધિકારી હાજર રહ્યા હતા…

Exit mobile version