Site icon hindtv.in

સુરત શહેરમાં નિઃશુલ્ક સેવા કેન્દ્રનો શુભારંભ

સુરત શહેરમાં નિઃશુલ્ક સેવા કેન્દ્રનો શુભારંભ
Spread the love

સુરત શહેરમાં નિઃશુલ્ક સેવા કેન્દ્રનો શુભારંભ
નાગરિકોને સરકારી યોજનાઓનો સરળતાથી લાભ મળે
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા નિઃશુલ્ક સેવા કેન્દ્ર

સુરત શહેરમાં નાગરિકોને સરકારી યોજનાઓનો સરળતાથી લાભ મળે તે માટે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા નિઃશુલ્ક સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. ઉધના ખાતે આવેલ પંડિત દિનદયાળ ભવનમાં આ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં નાગરિકોને વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અને સહાય મળશે.

સુરતીઓને સરકારી યોજનાઓનો સરળતાથી લાભ મળે તે માટે ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર દ્વારા યોજનાઓ અનેક, સેવા ભાવ એક ના સૂત્ર સાથે નિઃશુલ્ક સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉધના સ્થિત પંડિત દિનદયાળ ભવન ખાતે શરૂ કરાયેલા આ સેવા કેન્દ્રમાં નાગરિકોને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને સહાય નિઃશુલ્ક આપવામાં આવશે. એક જ સ્થળે વિવિધ યોજનાઓની માહિતી અને મદદ મળવાથી નાગરિકોને મોટી સુવિધા મળશે. તો આ પહેલ દ્વારા નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ વધુ સરળતાથી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Exit mobile version