Site icon hindtv.in

સુરતના વરાછામાં બાળકીએ રમતા રમતા દરવાજો બંધ કર્યો

સુરતના વરાછામાં બાળકીએ રમતા રમતા દરવાજો બંધ કર્યો
Spread the love

સુરતના વરાછામાં બાળકીએ રમતા રમતા દરવાજો બંધ કર્યો
માતા-પિતા બહાર ચિંતામાં મુકાઈ ગયા હતા.
ફયારે પાંચ મિનિટમાં જ બાળકીને રેસ્ક્યૂ કર્યું

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સોસાયટીના ઘરમાં ત્રીજા માળે બે વર્ષની બાળકીએ રમતા રમતા દરવાજો બંધ કરી દીધો હતો. બાળક અંદર ફસાઈ જતા રડી રહી હતી. જ્યારે માતા-પિતા બહાર ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારે ફાયર વિભાગને જાણ થતાં પાંચ મિનિટમાં જ બાળકીને રેસ્ક્યૂ કરીને પરિવારને સહી સલામત સોંપી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં માતાવાડી ખાતે હેમકુંજ સોસાયટી આવેલી છે. જેમાં 55 નંબરના ઘરમાં ત્રીજા માળે ચૌહાણ પરિવાર રહે છે. પરિવારની બે વર્ષની દીકરી ઘરની અંદર રમી રહી હતી જ્યારે માતા બહાર હતી. દરમિયાન બાળકી એ રમતા રમતા ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. બાળકી અંદર ફસાઈ ગઈ હતી અને માતા બહાર હતી. બાળકી અંદર ફસાઈ જતા રડવા લાગી હતી. માતા દ્વારા ભુમાબૂમ કરવામાં આવતા આસપાસ લોકો દોડી આવ્યા હતા અને બાળકીના પિતાને પણ જાણ કરવામાં આવતા તે દોડી આવ્યા હતા. બાળકી દરવાજા પાસે હોવાથી દરવાજો તોડી શકાય તે પ્રકારની કોઈ સ્થિતિ ન હતી અને અન્ય પ્રયાસો કરવામાં આવ્યા છતાં પણ દરવાજો ખુલી રહ્યો ન હતો. જેથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સબ ફાયર ઓફિસર સુધીર ગઢવી અને તેમના ફાયર જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં કોમ્બી ટુલ્સથી પાંચથી સાત મિનિટમાં દરવાજાનું લોકની તોડી નાખવામાં આવ્યું હતું. દરવાજો તોડી અંદર જોતા ગભરાઈ જવાના કારણે બાળકી સતત રડતી હતી. ચિંતામાં મુકાઈ ગયેલા માતા પિતાને બે વર્ષની બાળકી હેમખેમ મળી આવતા તેમની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા ગણતરીની મીનીટોમાં જ બાળકીનું રેસ્ક્યૂ કરીને પરિવારને સહી સલામત સોંપતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે જ ફાયર વિભાગની કામગીરીને હાજર સૌ કોઈ લોકોએ બિરદાવી હતી.

Exit mobile version