વડોદરામાં સ્માસ્માર્ટ વીજ મીટરનું વધુ એક ભોપાળું સામે આવ્યું

Featured Video Play Icon
Spread the love

વડોદરામાં સ્માસ્માર્ટ વીજ મીટરનું વધુ એક ભોપાળું સામે આવ્યું
સમા વિસ્તારમાં ગ્રાહકને 7.81 લાખ વીજ બિલ આવ્યું.
ગ્રાહક ઉષાબેન પટેલને આવ્યું અધધ વીજ બિલ.
એમજીવીસીએલના નાયબ ઈજનેર ભાવિનભાઈ રાણાએ કર્યો ખુલાસો

સ્માર્ટ વીજ મીટરનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે,. સમા વિસ્તારમાં પીએમ આવાસમાં રહેતા ઉષા પટેલને વીજ બિલ આવ્યું 7.81 લાખ રૂપિયા. આવા ભારે ભરખમ વીજ બિલથી 3 સભ્યોના પરિવાર ચિંતામાં વ્યાપી છે. જેને પગલે એમજીવીસીએલ ની ગંભીર બેદરકારી સામે ઠાલવ્યો રોષ

વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને ફરી એકવાર મોટો વિવાદ ઊભો થયો છે. શહેરના સમા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા એક ગ્રાહકને સ્માર્ટ મીટરના કારણે રૂપિયા 7.81 લાખનું માતબર વીજળી બિલ આવતા પરિવારમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. આ ઘટનાએ MGVCL કંપનીની કામગીરી અને સ્માર્ટ મીટરની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઉષાબેન પટેલ નામના ગ્રાહકના પરિવારમાં ફક્ત ત્રણ સભ્યો છે. સ્માર્ટ મીટર લગાવતા પહેલા તેમનું માસિક બિલ આશરે 1500 રૂપિયા આવતું હતું. પરંતુ, સ્માર્ટ મીટર લગાવ્યાના ત્રણ મહિના બાદ, સીધું 7.81 લાખનું બિલ આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. આટલું મોટું બિલ જોઈને આ પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. ઉષાબેનના પુત્ર અને તેમના પતિનું કહેવું છે કે, “જ્યારે સ્માર્ટ મીટર લગાવવા આવ્યા ત્યારે કંપનીના કર્મચારીઓએ અમને ઘણી સારી વાતો કરી હતી અને તેના ફાયદા સમજાવ્યા હતા, પરંતુ આજે જે શંકાઓ હતી તે સાચી પડી છે. અમે કંપનીને વિનંતી કરીએ છીએ કે આ સ્માર્ટ મીટર પાછું લઈ લે.”

આ ઘટનાએ ફક્ત આ એક પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર વડોદરામાં જે ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા છે તે સૌમાં ભયનો માહોલ પેદા કર્યો છે. લોકો હવે ચિંતિત છે કે ક્યાંક તેમને પણ આવું ભારેખમ બિલ ન આવી જાય. MGVCLની ગંભીર બેદરકારીને કારણે આખરે કોઈ ગ્રાહકનો જીવ જોખમમાં મુકાઈ જશે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.
જોકે, અધિકારીના આ ખુલાસા બાદ પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો સમયસર આ ભૂલ પકડાઈ ન હોત તો શું થાત ?
આવા સ્માર્ટ મીટરનો શું ફાયદો કે જેમાં ગણતરીની ગંભીર ભૂલો સામે આવી રહી છે ?
આ એક સવાલ MGVCLની કાર્યપ્રણાલી પર હજુ પણ લટકી રહ્યો છે.

ગ્રાહક ઉષાબેને આ અંગે ઓનલાઈન ફરિયાદ પણ કરી છે અને કંપની તરફથી બિલ સુધારી આપવાની ખાતરી આપવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે MGVCLની સમા સબ-ડિવિઝન કચેરીના નાયબ ઈજનેર ભાવિનભાઈ રાણાએ ખુલાસો કરતા જણાવ્યું કે, આ માનવીય અને ટેક્નિકલ ભૂલના કારણે આવું બન્યું છે. ગ્રાહકનું ખરેખર બિલ 5000 રૂપિયાની આસપાસ આવ્યું છે. હજી સુધી આ બિલની કોપી ગ્રાહકને પહોંચાડવામાં આવી નથી. બિલમાં સુધારો કરીને નવું બિલ જલ્દી જ મોકલી આપવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *