Site icon hindtv.in

સુરતના ઉધના વિસ્તારમાં શટર તોડી ચોરી કરી ફરાર

સુરતના ઉધના વિસ્તારમાં શટર તોડી ચોરી કરી ફરાર
Spread the love

સુરતના ઉધના વિસ્તારમાં શટર તોડી ચોરી કરી ફરાર
ચોરોએ દુકાનમાંથી બે લાખથી વધુની રોકડ રકમ ચોરી કરી
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ દોડતી થઇ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ગાયત્રી સોસાયટીની બેકરીમાં અજાણ્યા ચોરો રાત્રિના સમયે શટર તોડી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરોએ દુકાનમાંથી બે લાખથી વધુની રોકડ રકમ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતના ઉધના વિસ્તારમાં ગાયત્રી સોસાયટીમાં આવેલી ગોકુલ બેકરીમાં રાત્રિના સમયે ચોરીની ઘટના બની હતી. રાત્રીના સમયે અજાણ્યા ત્રણે ચોરોએ દુકાનનું શટર તોડી દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો. ચોરો દુકાનમાંથી બે લાખથી વધુની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે સીસીટીવી ફૂટેજમાં ત્રણેય ચોરો સ્પષ્ટ દેખાઈ રહ્યા હોય જેના આધારે ઉધના પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

Exit mobile version