Site icon hindtv.in

સુરતમાં મહિલા સાથે લોનના નામે છેતરપિંડી

Spread the love

સુરતમાં મહિલા સાથે લોનના નામે છેતરપિંડી
પતિએ હતાશામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

સુરતમાં શ્રમિકોને લોન અપાવવાના નામે ઠગાઈ આચરાતી હોવાની ઘટના વચ્ચે શ્રમિક પરિવારની મહિલા સાથે લોનના નામે ઠગાઈ આચરાતા મહિલાને પશ્ચિમ બંગાળ પોલીસ લઈ જતા તેના પતિએ હતાશામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

સુરતના કાદરશાહ નાળમાં શ્રમિક પરિવારની મહિલા સાથે લોનના નામે છેતરપિંડી કરવામાં આવી હતી જેમાં ત્રણ યુવકોએ ડોક્યુમેન્ટ્સ અને કોરા કાગળ પર સહીઓ કરાવી લીધા બાદ મહિલાને ઠગી લીધી હતી. જેમાં પીડિતા સાયબર ફ્રોડનો શિકાર બની હોય અને તે મામલે આઠ મહિના પહેલા જ પશ્ચિમ બંગાળ પોલીસ મહિલાને પકડી ગઈ હતી. જેને લઈ હતાશ પતિ મુસા અશરફ પઠાણે ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેની જાણ થતા લોકોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો તો બીજી તરફ પરિવાર દ્વારા ન્યાય માટે ગુહાર લગાવાઈ છે.

Exit mobile version