Site icon hindtv.in

સુરતમાં સસ્તામાં સોનુ આપવાના નામે કાગળની ઠપ્પીઓ પધરાવી

સુરતમાં સસ્તામાં સોનુ આપવાના નામે કાગળની ઠપ્પીઓ પધરાવી
Spread the love

સુરતમાં સસ્તામાં સોનુ આપવાના નામે કાગળની ઠપ્પીઓ પધરાવી
ઠગોને પોલીસે ઝડપી 1 કરોડની નકલી નોટો જપ્ત કરી
પોટેશિયમ પરમેન્ગેનેટના સોલ્યુશન અને અન્ય કેમિકલ્સ પણ કબ્જે કર્યા

સુરતમાં સસ્તામાં સોનુ આપવાના નામે કાગળની ઠપ્પીઓ પધરાવી દઈ ભાગી છુટતા ઠગોને પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી 1 કરોડની નકલી નોટો જપ્ત કરી હતી. તો ઠગો ઓરિજનલ નોટના ડબલ કે ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી ઠગાઈ આચરતા હોવાનુ સામે આવ્યુ છે.

સુરતમાં ઠગાઈના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ઠગોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. સુરતની સરથાણા પોલીસે ત્રણ ઠગોને ઝડપી પાડ્યા હતાં. સરથાણા પોલીસે સસ્તુ સોના આપવાનાનામે લોકોને ઠગતી ટોળકી પાસેથી 1 કરોડની નકલી નોટો કબ્જે કરાઈ હતી. તો આરોપીઓની પુછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે સોનુ સસ્તામાં આપવાની લાલચ આપવાની સાથે ઓરિજનલ નોટના ડબલ કે ત્રણ ગણા કરી આપવાની પણ લાલચ ઠગો આપતા હતાં. પોલીસે ઠગો પાસેથી પોટેશિયમ પરમેન્ગેનેટના સોલ્યુશન અને અન્ય કેમિકલ્સ પણ કબ્જે કર્યા હતાં. તો આરોપીઓની પુછપરછમાં સામે આવ્યુ હતુ કે તેઓ સામે ઓરંગાબાદમાં અને મહારાષ્ટ્રમાં અન્ય વિસ્તારમાં પણ ચિટિંગના ગુનાઓ નોંધાયા છે.

Exit mobile version