સુરતમાં ફાગોત્સવના નામે ટેક્ષ્ટાઈલ વેપારીઓની અશ્લીલ હરકતો
યુવતીઓ સાથે નાચતા નાચતા અશ્લીલ હરકતો
ફોસ્ટા પ્રમુખે આને નિંદનીય ગણાવી
સુરતમાં ફાગોત્સવના નામે ટેક્ષ્ટાઈલ વેપારીઓએ અશ્લીલ હરકતો કરી હોવાના વિડીયો સામે આવ્યા છે. યુવતીઓ સાથે નાચતા નાચતા અશ્લીલ હરકતો પણ વેપારીઓએ કરી હોય જેને લઈ ફોસ્ટા પ્રમુખે આને નિંદનીય ગણાવી હતી.
સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ફાગોત્સવના નામે આયોજિત એક કાર્યક્રમ વિવાદોમાં સપડાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં ફાગોત્સવ દરમિયાન ખરાબ ડાન્સ થતો જોવા મળ્યો હતો જેની ભારે ચર્ચા જોવા મળી રહી છે. ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા આયોજિત ફાગોત્સવમાં બહારથી યુવતીઓને બોલાવવામાં આવી હતી અને તેમની સાથે નાચતા-નાચતા અશ્લીલ હરકતો પણ કરી હતી. આ ઘટનાને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન એટલે કે ફોસ્ટાના પ્રમુખે નિંદનીય ગણાવી છે.

