Site icon hindtv.in

સુરતમાં સોનાની સ્કીમના નામે ઠગાઈ

સુરતમાં સોનાની સ્કીમના નામે ઠગાઈ
Spread the love

સુરતમાં સોનાની સ્કીમના નામે ઠગાઈ
જ્વેલર્સના સાળા-બનેવીએ 39 લાખનો ચૂનો ચોપડ્યો
સોનાની લાલચ આપી પકડાવી લીધા દાગીના
કતારગામ પોલીસે સાળાની ધરપકડ કરી

જૂનું સોનું એક વર્ષ માટે આપે તો મફતમાં નવા દાગીના બનાવી આપવાની અથવા તો દસ ટકા વધુ સોનું આપવાની સ્કીમ આપી શક્તિ જવેલર્સના સાળા-બનેવીએ ત્રણ લોકો સાથે 39.89 લાખની ઠગાઈ આચરી હતી. જેમાં હાલ કતારગામ પોલીસે સાળાની ધરપકડ કરી છે.

કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેડ રોડ, અક્ષરદીપ સોસાયટીમાં રહેતા રણજીત માનસિંહ સોલંકી મહિધરપુરા, હીરાબજારમાં દલાલી કરે છે. તેમના પુત્રનાં લગ્ન નજીકમાં હોઈ તેઓ આઠ વર્ષથી જેની પાસે દાગીના બનાવતાં હતા તે શક્તિ જવેલર્સમાં ગત ડિસેમ્બર 2023માં ગયા હતા. સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી આ જવેલરી શોપ અમિત દિલીપ સોની અને તેના સાળા તુષાર દીપક રાણીંગા સાથે ભાગીદારીમાં ચલાવતો હતો. જો કે આરોપીઓએ જુનુ સોનુ એક વર્ષ માટે આપે તો મફતમાં નવા દાગીના બનાવી આપવાની અથવા 10 ટકા વધુ સોનુ આપવાની સ્કીમ આપી તેઓ તથા અન્ય ત્રણ લોકો પાસેથી 39.89 લાખનુ સોનુ ખરીદી ઠગાઈ આચરી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા કતારગામ પોલીસે ઠગ સાળા એવા તુષાર દીપક રાણીંગાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version