Site icon hindtv.in

સુરતમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં વરસાદ ખાબક્યો,

સુરતમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં વરસાદ ખાબક્યો,
Spread the love

સુરતમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં વરસાદ ખાબક્યો,
દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ
છૂટાછવાયા વરસાદને કારણે સુરતીઓએ ગરમીથી રાહત

દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ સતત પવન ફૂંકાતો રહ્યો હતો અને ધુળની ડમરીઓ ઉડતી રહી હતી. એકાએક સાંજે છૂટો છવાયો વરસાદ શરૂ થઈ ગયો હતો. જેની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દેખાઈ હતી કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પણ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગની આગાહીને લઈ સુરતમાં મોડી સાંજે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ શહેરભરમાં વરસાદ વરસ્યો હતો. બપોર બાદ પવન ફુંકાવવાની સાથે ધુળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો સહિતનાઓ પરેશાન થયા હતાં. જો કે સાંજ પડતા જ શરૂઆતમાં અડાજણ, ચોક, અઠવાલાઇન્સ વિસ્તારથી શરૂ થયા બાદ પીપલોદ, વેસુ લીંબાયત ઉધના સહિતના વરસાદના વરસાદ શરૂ થયો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી શહેરીજનો ભારે બફારો અને ઉકાળાટ અનુભવી રહ્યા હતા. છૂટાછવાયા વરસાદને કારણે સુરતીઓએ ગરમીથી રાહત અનુભવી હતી. તો સુરતમાં પડેલા વરસાદમાં સોલાર પેનલ સહિત ઝાડ અને પતરાના શેડ ઉખડી ગયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

Exit mobile version