Site icon hindtv.in

સુરતના લિંબાયતમાં હત્યારે ચપ્પુ વડે હુમલો કરતા પીઆઈનું ફાયરિંગ

સુરતના લિંબાયતમાં હત્યારે ચપ્પુ વડે હુમલો કરતા પીઆઈનું ફાયરિંગ
Spread the love

સુરતના લિંબાયતમાં હત્યારે ચપ્પુ વડે હુમલો કરતા પીઆઈનું ફાયરિંગ
17 વર્ષીય કિશોરની ચપ્પુ મારી ઘાત્કી હત્યા કરનાર હત્યારાને ગોળી વાગી
ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને પણ હોસ્પિટલે ખસેડાયો

સુરતના લિંબાયત વિસ્તારમાં ગાડી અથડાવવા જેવી નજીવી બાબતે 17 વર્ષીય કિશોરની ચપ્પુ મારી ઘાત્કી હત્યા કરનાર હત્યારાને પકડવા ગયેલી લિંબાયત પોલીસ પર પણ ચપ્પુ વડે હુમલો કરતા સ્વબચાવમાં લિંબાયત પી.આઈ.એ બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગતા તેને હોસ્પિટલે ખસેડાયો હતો. તો ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને પણ હોસ્પિટલે ખસેડાયો હતો.

સુરતમાં હવે ગુનેગારો અને ખાસ કરીને હત્યારાઓ સામે સુરત પોલીસે યુપી સ્ટાઈલમાં એન્કાઉન્ટર શરૂ કર્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં ગાડી અથડાવવા જેવી નજીવી બાબતે 17 વર્ષીય સગીર અનુરાગ પવાર પર રામજી મંદિર પાસે ચપ્પુના ઘા ઝીંકી ઘાત્કી હત્યા કરાઈ હતી. તો હત્યારો રાહુલ લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં હોવાની માહિતી મળતા લિંબાયત પીઆઈ સહિતની ટીમ ત્યાં તેને પકડવા પહોંચી ગઈ હતી. ત્યારે આરોપીએ એક પોલીસ કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કરતા લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણે સ્વબચાવમાં આરોપી તરફ બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ જેમાં એક ગોળી આરોપી રાહુલના પગમાં વાગતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.

હોસ્પિટલે ખસેડાયેલા હત્યારાએ હવે ગુનો નહી કરૂની રડતા રડતા બુમો પાડી હતી. બીજી તરફ ગુનેગારોમાં હાલ સુરત પોલીસના હાફ એન્કાઉન્ટરને લઈ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

Exit mobile version