Site icon hindtv.in

સુરતના કતારગામમાં માથા વગરના નગ્ન ધડની હત્યાનો ભેદ ઉકેલાયો

સુરતના કતારગામમાં માથા વગરના નગ્ન ધડની હત્યાનો ભેદ ઉકેલાયો
Spread the love

સુરતના કતારગામમાં માથા વગરના નગ્ન ધડની હત્યાનો ભેદ ઉકેલાયો
ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી ધડ મળવાના કેસમાં મિત્ર જ નીકળ્યો હત્યારો
₹30 હજારની લેતીદેતીમાં મિત્રની ક્રૂર હત્યા

સુરતના કતારગામ ખાતે આવેલ ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી માથા વગરનુ નગ્ન ધડ મળ્યાની ઘટનામાં પોલીસે કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કાઢી હત્યારા મિત્રને ઝડપી પાડ્યો હતો. તો કપાયેલુ માથુ તરણ કિમી દુર રેલ્વે ટ્રેક પરથી મળ્યુ હતું.

સુરતમાં મિત્રતાને શર્મસાર કરતી હત્યાની ઘટના સામે આવી છે. વાત એમ છે કે મુળ ઓડિશાના વતની મૃતક સંજય અને આરોપી સચિત્રકુમાર બાલ બંને કતારગામ જીઆઈડીસીની એક લૂમ્સ ફેક્ટરીમાં સાથે કામ કરતા હતા. અને 30 હજારની લેતીદેતીને લઈને બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આ જ અદાવતમાં આરોપી સસચિત્રકુમારએ સંજયને પોતાના ઘરે બોલાવી તેના હાથ બાંધી દીધા હતા અને મટન કાપવાના કોયતા વડે હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપીએ મૃતકનું માથું ધડથી અલગ કરી દીધું હતું. માથા વગરનું નગ્ન ધડ ઘરથી આશરે 150 મીટર દૂર આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાં ફેંકી દીધું હતું, જ્યારે કપાયેલું માથું અલકાપુરી બ્રિજ નીચેથી રેલવે ટ્રેક પાસે ઝાડી ઝાંખરામાં ફેંકી દીધું હતું. 3 નવેમ્બરની રાત્રે કબ્રસ્તાનમાંથી ધડ મળી આવતાં પોલીસ દોડતી થઈ હતી. એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની તપાસમાં આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આરોપીની પૂછપરછમાં મળેલી કબૂલાતના આધારે પોલીસે કપાયેલું માથું પણ કબજે કર્યું છે. હાલ આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ અને ડીએનએ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version