Site icon hindtv.in

સુરતમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

સુરતમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
Spread the love

સુરતમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
સત્યનારાયણ તિવારી તથા યોગેશ જગદીવન પાસીની ધરપકડ
પોલીસે આરોપીઓ પાસેથી 1 લાખ 75 હજારથી વધુની મત્તા કબ્જે કરી

સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રીક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ડો. કાનન દેસાઈ, ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝન વી.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉદના પી.આઈ. એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પી.આઈ. જે.એસ. ઝાંબરેના માર્ગદર્શન હેઠળ પી.સએ.આઈ. એમ.કે. ઈશરાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મોહનસિંહ તથા અ.હે.કો. ચિરાગને મળેલી બાતમીના આધારે ઉધના લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝ ઝેડ બ્લોક વીરા ક્રીએશનની સામેથી પસાર થતી રીક્ષાને આંતરી રીક્ષામાં સવાર સત્યનારાયણ શિવપુજન તિવારી તથા યોગેશ ઉર્ફે પોંગો જગદીવન પાસીને ઝડપી પાડી રીક્ષાની ઝડતીલ ેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો, રીક્ષા સહિત 1 લાખ 75 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version