સુરતમાં ફરી એક માસુમ બાળકના મોતને લઈ ચકચાર
અલથાણ ટેનામેન્ટમાં ચોથા માળેથી પટકાતા કરૂણ મોત
બાળક પટકાયો તે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ
સુરતમાં ફરી એક માસુમ બાળકના મોતને લઈ ચકચાર મચી ગઈ છે. સુરતના અલથાણ ટેનામેન્ટમાં ચોથા માળેથી પટકાતા 1 વર્ષના માસૂમનું કરૂણ મોત નિપજતા આખા વિસ્તારમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. તો બાળક પટકાયો તે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
સુરતના અલથાણ ટેનામેન્ટમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગેલેરીમાં રમતી વખતે ચોથા માળેથી નીચે પટકાતા માત્ર એક વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નિપજ્યુ હતું. 11 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું. સમગ્ર ઘટનાના રૂંવાડા ઊભા કરી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

