Site icon hindtv.in

સુરતમાં ઘરકંકાસમાં બ્રિજ પરથી નદીમાં છલાંગ મારી,

સુરતમાં ઘરકંકાસમાં બ્રિજ પરથી નદીમાં છલાંગ મારી,
Spread the love

સુરતમાં ઘરકંકાસમાં બ્રિજ પરથી નદીમાં છલાંગ મારી,
આધેડનું ધસમસતી તાપી નદીમાંથી લાઈવ રેસ્ક્યૂ
વહેણમાં ખેંચાતાં હાથમાં ઝાડીઝાંખરા આવી જતાં પકડી લીધાં

સુરતમાં વધી રહેલા આપઘાતના બનાવો વચ્ચે અડાજણ પાટીયા ખાતે બ્રિજ પરથી એક આધેડએ તાપી નદીમાં છલાંગ લગાવી હતી જો કે પાણીના વહેણમાં ખેંચાતા હાથમાં ઝાડી ઝાંખરી આવી જતા આધેડએ તે પકડી લેતા ફાયરે રેસ્ક્યુ કરી સહિસલામત બહાર કાઢ્યાં હતાં.

સુરતના અડાજણ પાટીયા ખાતેના બ્રિજ પરથી આધેડ તાપી નદીમાં કુદયા હતા જો કે નદીમાં કુદયા બાદ પાણીના વહેણમાં ખેંચાતા આધેડના હાથમાં ઝાડી ઝાંખરી આવી જતા પકડી લીધી હતી. તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા ફાયર જવાનો એ સ્થલે દોડી જઈ આધેડનુ ધસમસતી તાપી નદીમાંથી લાઈવ રેસ્ક્યુ કર્યુ હતું. ફાયરે આધેડનુ રેસ્ક્યુ કરીને સહીસલામત બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની ટીમે સ્થળે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તરત આધેડને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. તો આધેડએ ગૃહ કંકાસમાં આ પગલુ ભર્યુ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

Exit mobile version