સુરતમાં ત્યોહારોને લઇ પોલીસ એક્શનમાં
મહિધરપુરમાં રેપિડ એકશન ફોર્સ સાથે પેટ્રોલિંગ કરાયુ
પેટ્રોલિંગ દરમિયાન રેપિડ એકશન ફોર્સ તેમજ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જોડાઈ
સુરતમાં ગણપતિ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈ ડીસીપી ઝોન ત્રણની આગેવાનીમાં મહિધરપુરા વિસ્તારમાં રેપિડ એકશન ફોર્સ સાથે પેટ્રોલિંગ કરાયુ હતું.
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન અસામાજિક તત્વો કાકરીચાળો ન કરે તે માટે પોલીસ એકશનમાં આવી ગઈ છે. ત્યારે ગણપતિ મહોત્સવ તેમજ ઈદે મિલાદના તહેવારને લઈ ડીસીપી ઝોન ત્રણ રાઘવ જૈનની આગેવાનીમાં મહિધરપુરા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. ફુટ પેટ્રોલિંગ દરમિયાન રેપિડ એકશન ફોર્સ તેમજ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ પણ જોડાઈ હતી.

