Site icon hindtv.in

સુરતમાં લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરનાર ઝડપાયો

સુરતમાં લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરનાર ઝડપાયો
Spread the love

સુરતમાં લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરનાર ઝડપાયો
ફોરેક્ષ ટ્રેડિંગમાં સારો નફો અપાવવાનું કહીને રૂ.9.39 લાખ પડાવ્યા
એફઆઈઆર નોંધાતા પોલીસે વાપીથી ઝડપ્યો સુરત2 કલાક પેહલા

ફોરેક્ષ ટ્રેડીંગમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવુ કહી ફરિયાદી પાસેથી 9 લાખ 30 હજારથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પરત ન આપનાર ઠગને વાપીથી સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરત સાયબર ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા ઈસમને ફોરેક્ષ ટ્રેડીંગમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવુ જણાવી તેઓ પાસેથી વિવિધ બેંક એકાઉન્ટોમાં 9 લાખ 30 હજાર 700 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ પરત ન કરી અજાણ્યાએ ઠગાઈ આચરી હતી. જે અંગેની ફરિયાદ સાયબર ક્રાઈમ સેલની ટીમે નોંધી તપાસ હાથ ધરી હતી અને બેંકોમાંથી મોબાઈલ નંબરોની માહિતી મેળવી વાપી ખાતેથી મુળ બિહારનો અને હાલ વાપીમાં ચણોદ દેવી કૃપા રેસીડેન્સીમાં રહેતા ઠગ રાહુલ વિનોદ ચૌધરીને ઝડપી પાડ્યો હતો અને તેને સુરતલાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

Exit mobile version