સુરતમાં બાળાને લગ્નની લાલચ દુષ્કર્મ આચર્યું
લિંબાયત પોલીસેઆરોપીને રાજસ્થાનના જયપુરથી પકડ્યો
નરાધમ મોનુ ઉર્ફે કાર્તિક રામપ્રસાદ ચૌધરીની ધરપકડ
લિંબાયત પોલીસે સગીરવયની બાળાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી જઈ દુષ્કર્મ આચરનાર નરાધમને રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અપાયેલા આદેશને લઈ લિંબાયત પી.આઈ. એન.કે. કામળીયા તથા સેકન્ડ પી.આઈ. સી.એસ. ધોકડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.આર. ઓડેદરાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ દાજીભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ અને વુમન અર્નામ પોલીસ કોન્સ્ટેબલ કિંજલબેન ગાંડાભાઈનાઓએ બાતમીના આધારે રાજસ્થાનના જયપુરના દાદુ ગામ ખાતેથી સગીર બાળાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી જઈ દુષ્કર્મ આચરનાર નરાધમ મોનુ ઉર્ફે કાર્તિક રામપ્રસાદ ચૌધરીને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

