Site icon hindtv.in

સુરતમાં આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી

સુરતમાં આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી
Spread the love

સુરતમાં આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી
ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ
ગોડાઉન પર રેડ કરીને એનાલોગ પનીરનો જથ્થો સીઝ

ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ બાદ સુરતમાં આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હોય તેમ ઘોડદોડ વિસ્તારમાં આવેલા ગોડાઉન પર રેડ કરીને એનાલોગ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ લાગુ થયા બાદ સુરત આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરતના ઘોડદોડ વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતાં. જ્યાં પનીરનું ઉત્પાદન અને સંગ્રહ કરવામાં આવતો હતો ત્યાં તપાસ દરમિયાન એનાલોગ પનીરનો જથ્થો મળી આવતા તેને સીઝ કરવામાં આવ્યો હતો. હવે ગુજરાત સહિત સુરતમાં પણ એનાલોગ પનીરનું વેચાણ કરી શકાશે નહીં. આરોગ્ય વિભાગ દ્વારા નિયમોના પાલન માટે સતત ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે.

Exit mobile version