Site icon hindtv.in

સુરતમાં બાળકીએ છેડતી કરનારના હાથે બચકું ભરી બચાવ કર્યો

સુરતમાં બાળકીએ છેડતી કરનારના હાથે બચકું ભરી બચાવ કર્યો
Spread the love

સુરતમાં બાળકીએ છેડતી કરનારના હાથે બચકું ભરી બચાવ કર્યો
40 વર્ષીય યુવાને 8 અને 5 વર્ષની બાળકીઓને અડપલા કર્યા
ચોકલેટ આપવાના બહાને રૂમમાં લઇ જઈ શારીરિક અડપલા કર્યા
અડાજણ પોલીસે નરાધમ આરોપી વિજયને પકડી પાડ્યો

સુરતમાં માસુમ બાળાઓ નરાધમોનો વારંવાર શિકાર બનતી હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં એક નરાધમ 40 વર્ષીય યુવાને 5 અને 8 વર્ષની બે માસુમ બાળાઓને ચોકલેટ આપવાની લાલચે ઘરે લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા જો કે દીકરીઓએ તેના હાથમાં બચકુ ભરી બચાવ કર્યો હતો. અને ત્યાંથી ભાગી જઈ પરિવારને જાણ કરતા પરિવારે પોલીસ મથકે જઈ ફરિયાદ કરતા પોલીસે નરાધમને ઝડપી પાડ્યો હતો.

સુરતના અડાજણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક જઘન્ય ઘટના સામે આવી છે. તો આ ઘટના અંગે પોલીસે જણાવ્યુ હતું કે ઘટના શુક્રવાર 16 મેના રોજ બપોરે અંદાજે બે વાગે ઘટી હતી. આરોપી 40 વર્ષિય વિજય રાઠોડ પોતે છૂટક મજૂરી કરે છે અને તે પત્ની, દીકરા અને દીકરી સાથે રહે છે. આરોપીની શેરીમાં રહેતા પરિવારને એક 5 વર્ષની દીકરી છે અને 8 વર્ષની એક બાળકી અમદાવાદથી વેકેશનમાં મામાના ઘરે આવી હતી. આરોપીએ આ બંન્ને દીકરીને ચોકલેટ આપવાના લાલચ આપી હતી અને પોતાના રૂમમાં બોલાવી હતી. અહીં આરોપી વિજય રાઠોડે રૂમમાં બંને દીકરીઓ સાથે અડપલા કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે 8 વર્ષની દીકરીએ ડર્યા વગર વિજયના હાથમાં જોરદાર બચકું ભરી લીધુ હતું. આ અચાનક હુમલાથી આરોપી છંકી ઉઠ્યો હતો અને તેણે બાળકીને છોડી દીધી હતી, જેનો ફાયદો ઉઠાવી બંને દીકરી ત્યાંથી તાત્કાલિક ભાગી છૂટી હતી. બાળકીઓ રડતી-રડતી પોતાના માતા-પિતા પાસે દોડી ગઈ હતી. અને બાળકીના મુખેથી સમગ્ર હકીકત સાંભળતા માતા-પિતા દંગ રહી ગયા હતાં. તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અડાજણ પોલીસ સ્ટેશન પહોંચીને વિગતવાર લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેથી અડાજણ પોલીસ ત્વરિત હરકતમાં આવી નરાધમ આરોપી વિજયને તેના ઘરની પાસેથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો. તો આ અંગે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે, અડાજણ પોલીસ મથકમાં પોક્સો અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બે નાની બાળકી સાથે છેડતી કરનાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Exit mobile version