Site icon hindtv.in

સુરતમાં શિયાળાની કે પછી પ્રદુષણની અસર દેખાઈ

સુરતમાં શિયાળાની કે પછી પ્રદુષણની અસર દેખાઈ
Spread the love

સુરતમાં શિયાળાની કે પછી પ્રદુષણની અસર દેખાઈ
સવારના સમયે ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી ઘટી
વિઝિબિલિટી ઘટતા જનજીવનને ભારે અસર

સુરતમાં શિયાળાની કે પછી પ્રદુષણની અસર દેખાઈ હોય તેમ સવારના સમયે ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી ઘટતા જનજીવનને ભારે અસર જોવા મળી હતી.

દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સમગ્ર શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું હતું, જેના કારણે સામાન્ય જનજીવનની સાથે ટ્રાફિક અને હવાઈ સેવાઓ પર માઠી અસર પડી છે. નવાઈની વાત એ છે કે, બપોરના 11 વાગ્યા પછી પણ ધુમ્મસ ઓછું ન થતા સુરતીઓએ અચાનક બદલાયેલા આ મિજાજનો અનુભવ કર્યો હતો.

Exit mobile version