Site icon hindtv.in

સુરતમાં દેશવાસીઓમાં સેનાપ્રત્યે પ્રેમ જોવા મળ્યો

સુરતમાં દેશવાસીઓમાં સેનાપ્રત્યે પ્રેમ જોવા મળ્યો
Spread the love

સુરતમાં દેશવાસીઓમાં સેનાપ્રત્યે પ્રેમ જોવા મળ્યો
ઓપરેશન સિંદુરની સફળતા પછી સુરતમાં તિરંગા યાત્રા
મોટા વરાછામાં યોજાયેલ તિરંગા યાત્રામાં દેશભક્તો જોડાયા

આતંકીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર કરાયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘુસી આતંકીઓના ઠેકાણે નેસ્ત નાબુદ કર્યા હોય જેને લઈ દેશવાસીઓમાં સેનાપ્રત્યે પ્રેમ જોવા મળ્યો છે. અને ઓપરેશન સિંદુરની સફળતાને લઈ સુરતમાં તિરંગા યાત્રાનુ આયોજન કરાયુ હતું. મોટા વરાછામાં યોજાયેલ તિરંગા યાત્રામાં દેશભક્તો જોડાયા હતાં.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર કરાયેલા હુમલામાં 27 લોકો શહિદ થયા હતાં. જેનો બદલો લેવા ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં ઘુસી આતંકીઓના અડ્ડાઓનુ નાશ કર્યો હતો. ત્યારે ભારતીય સેનાના આ સૌર્યને દેશભરમાં બિરદાવવામાં આવી રહ્યુ છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે ઓપરેશન સિંદુરના માનમાં તિરંગા યાત્રા કઢાઈ હતી. મોટા વરાછામાં યમુના ચોક સુદામા ચોક સુધી વિશાલ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. સુરતના મેયર દક્ષેશ માવાણી અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઢઠોડ તથા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અનિમેષ માળી સહિત વોર્ડ પ્રમુખો અને હોદ્દેદારોની આગેવાનીમાં યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ જોડાયા હતાં. તો તિરંગા યાત્રા દરમિયાન વંદે માતરમ, જય હિન્દુ, ભારત માતાકી જય ના નારા લગાવાયા હતાં.

Exit mobile version