Site icon hindtv.in

સુરતમાં તસ્કરોએ 108 એમ્બ્યુલન્સને પણ ન છોડી,ઇન્વર્ટર-બેટરીની ચોરી

સુરતમાં તસ્કરોએ 108 એમ્બ્યુલન્સને પણ ન છોડી,ઇન્વર્ટર-બેટરીની ચોરી
Spread the love

સુરતમાં તસ્કરોએ 108 એમ્બ્યુલન્સને પણ ન છોડી,ઇન્વર્ટર-બેટરીની ચોરી
પાંડેસરામાં પાર્ક કરેલી 108 એમ્બ્યુલન્સને તસ્કરોએ બનાવી નિશાન
ચોરી મામલે એમ્બ્યુલન્સ પાયલોટે પાંડેસરા પોલીસમાં નોંધાવી ફરિયાદ

સુરતમાં હવે તસ્કરો ઇમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સને પણ છોડતા નથી. પાંડેસરા વિસ્તારમાં પાર્ક કરેલી 108 એમ્બ્યુલન્સમાંથી તસ્કરો ઇન્વર્ટર અને બેટરી ચોરી કરી ફરાર થઈ ગયા છે. ઘટનાને પગલે એમ્બ્યુલન્સના પાયલોટે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તસ્કરોએ હવે દર્દીઓના જીવ બચાવતી 108 એમ્બ્યુલન્સને નિશાન બનાવી છે. પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડના કોમ્યુનિટી હોલ ખાતે નિયત રેસ્ટ પોઈન્ટ પર પાર્ક કરવામાં આવેલી 108 એમ્બ્યુલન્સમાંથી ઇન્વર્ટર અને બેટરીની ચોરી થઈ છે. મળતી માહિતી મુજબ, એમ્બ્યુલન્સના પાયલોટ ચુનીલાલભાઈ લુરીયા અને ઈએમટી ફાલ્ગુનભાઈએ સાંજે 6:20 વાગ્યે શિફ્ટ પૂર્ણ થયા બાદ એમ્બ્યુલન્સ પાર્ક કરી હતી. ત્યારબાદ બંને ઘરે ગયા હતા. આ દરમિયાન અજાણ્યા તસ્કરોએ એમ્બ્યુલન્સને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સના પાયલોટ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે પોલીસ દ્વારા ચોરી કરનારાઓને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Exit mobile version