Site icon hindtv.in

સુરતમાં સારોલી પોલીસે મહિલા સહિત ત્રણ ઠગોને ઝડપ્યા

સુરતમાં સારોલી પોલીસે મહિલા સહિત ત્રણ ઠગોને ઝડપ્યા
Spread the love

સુરતમાં સારોલી પોલીસે મહિલા સહિત ત્રણ ઠગોને ઝડપ્યા
કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ ઠગાઈ આચરતા હતા
પ્રિયંકા નીરજ ગર્ગ, નીરજ ગર્ગ અને મુકેશ મનોહરલાલ ગુપ્તાને ઝડપ્યા

સુરતમાં સારોલી પોલીસે વેપારીઓનો સંપર્ક કરી કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ ઠગાઈ આચરનાર મહિલા સહિત ત્રણ ઠગોને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મિના, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ એચએલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મિતલબેન, અહેકો જીતુભાઈ અને અહેકોભરતભાઈ તથા અપોકો નીરવભાઈને મળેલી બાતમીના આધારે લાખોની ઠગાઈ આચરવાના ગુનામાં સંડોવાયેલી મહિલા પ્રિયંકા નીરજ ગર્ગ, નીરજ ગર્ગ અને મુકેશ મનોહરલાલ ગુપ્તાને ઝડપી પાડી સુરત લાવી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version