સુરતમાં ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
સારોલી પોલીસે યુપીવાસીને જથ્થા સાથે ઝડપી પાડ્યો
રબીનારાયણ કાશીનાથ સાબત ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કર્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન વચ્ચે સારોલી પોલીસે સણીયા હેમાદ ગામમાંથી એક યુપીવાસીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સારોલી પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે પી.આઈ. એસ.આર. વેકરીયા તથા સર્વેલન્સ પી.એસ.આઈ. એસ.આર. રાણાની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ અરવિંદ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વૈભવને મળેલી બાતમીના આધારે સણીયા હેમાદ ગામ શુભમ ઈન્ડસ્ટ્રીઝમાં આઉટર રીંગરોડ પાસેથી પસાર થતા મુળ યુપીનો અને હાલ સણીયા હેમાદ ગામ ખાતે જ રહેતા અભીષેક બાબુરાવ ઉત્તમ પટેલને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો જ્યારે તેના સાથી રબીનારાયણ કાશીનાથ સાબત ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.

