Site icon hindtv.in

સુરતમાં ફરી એકવાર લુખ્ખા તત્વો બેફામ

સુરતમાં ફરી એકવાર લુખ્ખા તત્વો બેફામ
Spread the love

સુરતમાં ફરી એકવાર લુખ્ખા તત્વો બેફામ
દારુવાલા મેડિકલ સ્ટોર પર હથિયારોથી સજ્જ શખ્સોએ હુમલો કર્યો
સ્થાનિકોમાં ઘટનાને લઈને ભયનો માહોલ જોવા મળ્યો

સુરતમાં ફરી એકવાર લુખ્ખા તત્વો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. માન દરવાજા વિસ્તારમાં આવેલ દારુવાલા મેડિકલ સ્ટોર પર હથિયારોથી સજ્જ શખ્સોએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં રોજેરોજ ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે સુરતના માન દરવાજા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. અજાણ્યા લુખ્ખા તત્વોએ દારુવાલા મેડિકલ સ્ટોર પર ધસી આવી હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોમાં ઘટનાને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Exit mobile version