Site icon hindtv.in

સુરતમાં એનઆરઆઈ હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન

સુરતમાં એનઆરઆઈ હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન
Spread the love

સુરતમાં એનઆરઆઈ હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન
60 લાખ રોકડ અને 18 તોલા સોનુ સહિતની મત્તા પડાવી
આરોપી એઝાઝની લાલગેટ પોલીસે ધરપકડ કરી

હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવી 60 લાખ રોકડ અને 18 તોલા સોનુ સહિતની મત્તા પડાવી લેવાય હોય જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઘોડદોડ રોડ પર આવેલા જાણીતા રેડીમેડ કપડાના શોરૂમાંથી એનઆરઆઈ મહિલા દીકરી માટે ઓનલાઇન કપડાની ખરીદી કરતી હતી. આ દરમિયાન આરોપી કપડાના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો લાલગેટ રામપુરા વિસ્તારમાં રહેતા એઝાઝ પટેલએ શોરૂમમાં ફીડબેક આપતી વેળા કોઈક રીતે મહિલાનો મોબાઇલ નંબર આરોપીએ મેળવી લીધો હતો. મહિલા સાથે આરોપી એઝાઝએ શરૂઆતમાં મિત્રતા કરી બાદમાં તેને પ્રેમજાળમાં ફસાવી હતી. હાલમાં આરોપીએ શોરૂમમાંથી નોકરી છોડી દીધી છે. જો કે આરોપીએ મહિલાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ધર્મ પરિવર્તન કરાવ્યુ હતું. એટલુ જ નહી આરોપીએ મહિલા પાસેથી 18 તોલા સોનુ અને 60 લાખ પડાવ્યા હતાં. જેથી મહિલાના ભાઈએ લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લાલગેટ પોલીસે આરોપીની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો છે.

Exit mobile version