સુરત લિંબાયતમાં ફાયર ઓફિસરના ઘરે લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
લિંબાયત પોલીસે 100થી વધુ ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડ્યો
આરોપી પાસેથી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
પોલીસની કાર્યવાહીથી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
સુરતના લિંબાયતમાં ફાયર ઓફિસરના ઘરે થયેલી લાખોની ઘરફોડ ચોરીનો આખરે ભેદ ઉકેલી કાઢી લિંબાયત પોલીસે પોલીસે 100થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતના લિંબાયત પોલીસ મથકની હદમાં ગત 7 સપ્ટેમ્બરે ડુંભાલ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસરના ઘરે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણની ટીમ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે મેદાને હતી ત્યારે ફેસ મેચ એપ્લિકેશનની મદદથી આરોપી અંકુશ કાલેની ઓળખ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપી સામે હત્યા, ચોરી અને મારામારી સહિત 102થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી 116 ગ્રામ સોનું અને 246 ગ્રામ ચાંદીના દાગીના સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આરોપીની પૂછપરછમાં 5થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. હાલ લિંબાયત પોલીસની આ કાર્યવાહીથી ઘરફોડ ચોરીના અનેક ગુનાઓના ખુલાસા થયા છે.

