Site icon hindtv.in

સુરતમાં લાલગેટ પોલીસે લાખોના ડ્રગ્સ સાથે યુવાનને ઝડપ્યો

સુરતમાં લાલગેટ પોલીસે લાખોના ડ્રગ્સ સાથે યુવાનને ઝડપ્યો
Spread the love

સુરતમાં લાલગેટ પોલીસે લાખોના ડ્રગ્સ સાથે યુવાનને ઝડપ્યો
2 લાખ 89 હજારથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ પકડ્યું
આરોપી ફાહેઝખાન પઠાણને ઝડપી પાડ્યો

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે લાલગેટ પોલીસે લાખોના ડ્રગ્સ સાથે એક યુવાનને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન અને ઈ. મદદનીશ પોલીસ કમિશનર ની સુચનાને લઈ પીઆઈ સોલંકીની ટીમ પીએસઆઈ અસારીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો દિલુભા અને અપોકો હરેશભાઈ તથા યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે અડાજણ પાટીયા ખાતે રહેતા ફાહેઝખાન પઠાણને ઝડપી પાડી તેની ઝડતી લેતા તેની પાસેથી 2 લાખ 89 હજારથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે એમડી ડ્રગ્સ, મોબાઈલ અને મોપેડ મળી 3 લાખ 54 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version