સુરતમાં ખાખીને ડાઘ લાગ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ખાખીને ડાઘ લાગ્યો
મહિલા પીએસઆઈ, એએસઆઇ અને ખાનગી વ્યક્તિ લાંચ લેતા ઝડપાયા
ફરિયાદીની અરજીમાં રાહત આપવા 63,000 રૂપિયાની લાંચ માગી
એસીબીએ ટ્રેપ ગોઠવી ખાનગી વ્યક્તિને રંગે હાથ ઝડપ્યો
વડોદરાની ટીમે છટકું ગોઠવી ત્રણેયની ધરપકડ કરી

 

સુરતના કાપોદ્રાના મહિલા પીએસઆઈ અને તેમનો રાઈટર વચેટિયા મારફતે રૂપિયા ૬૩ હજારની લાંચ લેતા ઝડપાતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો. એસીબીની વડી કચેરીમાં ફરિયાદ બાદ વડોદરાની ટીમે છટકું ગોઠવી ત્રણેયને પકડી પાડી સપાટો બોલાવ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે હીરાના બે વેપારી વચ્ચે નાણાકીય લેતી-દેતી મામલે વિખવાદ ચાલતી હતી. જેમાં લેણદાર પાર્ટીએ લાખોના હીરાના બાકી નીકળતા પેમેન્ટ મુદ્દે કાપોદ્રા પોલીસમાં અરજી કરી હતી. જેની તપાસ હીરાબાગ પોલીસચોકીના પીએસઆઇ એમ.એ.રબારી કરી રહ્યા હતા. પીએસઆઈ રબારી અને તેમનો રાઇટર નવનીત જેઠવા અરજદાર વેપારીનું ઉઘરાણું લઇ રીતસર હીરા વેપારીને પ્રેશર કરતા હતા. ટોર્ચરિંગ કર્યા બાદ બંને પાર્ટી વચ્ચે સેટલમેન્ટ કરી આપવાના નામે પીએસઆઇ રબારીએ ૬૩ હજાર રૂપિયા લાંચ પેટે માંગ્યા હતા. લાંચ વસૂલવા પણ દબાણ કરાતું હોય વેપારીએ એન્ટિ-કરપ્શન બ્યૂરોની અમદાવાદ સ્થિત વડી કચેરી સુધી ફરિયાદ કરી હતી જેને લઈ એસીબીના ડાયરેક્ટરે વડોદરા યુનિટને તપાસ સોંપી હતી. વડોદરા એસીબી ની ટીમે ટ્રેપ ગોઠવી હતી. ગુરુવારે બપોરે હીરાબાગ પોલીસ ચોકીમાં છટકું ગોઠવાયું હતું. જ્યાં પીએસઆઇ રબારીના રાઇટર નવનીત જેઠવાએ વેપારીને લાંચના નાણાં પોતાના સાળા માનસિંહ સિસોદિયાને આપી દેવા જણાવતા વેપારી પાસેથી લાંચના રૂ. ૬૩ હજાર લેવા જતા માનસિંહને વડોદરા એસીબીની ટીમે રંગેહાથ પકડી પાડયો હતો. વડોદરા એસીબીએ પીએસઆઇ એમ. એ.રબારી (વર્ગ-૩), એએસઆઇ નવનીત હમીરકુમાર જેઠવા અને ખાનગી વ્યક્તિ માનસિંહ રામભાઇ સિસોદિયાની ગુનો નોંધી ધરપકડ કરી હતી. સુરત એસીબીએ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે, મહિલા પીએસઆઇ રબારી ૨૦૦૧માં પોલીસ ખાતામાં ભરતી થયા હતા અને મોડ-૩ની પરિક્ષા આપી પીએસઆઇ બન્યા હતા. તેમનો હાલ પગાર રૂપિયા ૬૯ હજાર હતો. જ્યારે રાઇટર જેઠવા ૨૦૨૩ની સીધી ભરતીથી નિમણૂંક પામ્યા હતા અને હાલ તેનો પગાર રૂા. ૨૯,૮૦૦ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *