સુરતમાં કળયુગી પુત્રએ માતાને મહિનાથી કેદમાં રાખી
65 વર્ષીય વૃદ્ધ માતાને પેસેજમાં લોક કરી જતો રહ્યો
વુમન ઈમ્પૂવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટની કાર્યકર્તાઓ પહોંચી મદદે
સુરતમાં એક કળયુગી પુત્ર પોતાની 65 વર્ષીય વૃદ્ધ માતાને પેસેજમાં લોક કરી જતો રહ્યો હતો જેને ટ્રસ્ટ દ્વારા બહાર કાઢવામાં આવી હતી.
સુરતના વેલજા શિરડીધામ સોસાયટીમાં પુત્ર માતાને ઘરના પેસેજમાં લોક કરી જતો રહ્યો હતો. એક મહિનાથી 65 વર્ષીય હેમલતા વાકાણીને કળયુગી પુત્ર પુત્ર યોગેશ છોડી જતો રહ્યો હતો. પુત્ર હીરાના કારખાનામાં નોકરી કરે છે તો આસપાસના લોકો વૃદ્ધાને જમવાનું આપતા હતાં. જેને લઈ બુધવારે વુમન ઈમ્પૂવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટની કાર્યકર ઘર પહોંચી હતી અને વૃદ્ધાને ઘરમાંથી બહાર કાઢી ઉત્રાણ પોલીસ મથક ખાતે લઈ જવાય હતાં. ઉતરાણ પોલીસે પુત્રનો કોન્ટેક કરી બોલાવ્યો હતો. તો પોલીસ સમક્ષ પુત્ર યોગેશએ કહ્યુ હતુ કે ઘર લોન પર હોય છોડી ને જતો રહ્યો હતો. પુત્ર ક્યાં રહે છે એ વૃદ્ધાને જાણ ન હતી. અને એક મહિનાથી પુત્ર વૃદ્ધાની ભાળ લેવા પણ આવ્યો ન હોવાનુ જાણવા મળ્યુ હતું.

