સુરતમાં ડિંડોલી પોલીસ દ્વારા યુવાનોને જાગૃત્ત કરાયા
અસામાજિક પ્રવૃત્તિઓથી દુર રહેવા અને એનડીપીએસથી દૂર રહેવાની સલાહ
સાયબર ગુનાઓથી બચવા જાગૃત્તિ કરી માર્ગદર્શન આપ્યું
સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓથી દુર રહેવા અને એનડીપીએસ જેવી પ્રવૃત્તિઓમાં ન સંકળાવવાને લઈ ડિંડોલી પોલીસ દ્વારા જીમમાં આવતા યુવાનોને જાગૃત્ત કરાયા હતાં.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે નશાખોરી પણ વધી રહી છે ત્યારે પોલીસ હવે લોકોને અને ખાસ કરીને યુવાનોને આ બદીથી દુર રાખવા માટે જાગૃત્તિ ફેલાવી રહી છે. તો સુરતની ડિંડોલી પોલીસ દ્વારા જીમમાં આવતા યુવાનોને હાલમાં બનતા શરીર સંબંધી ગુનાઓ તેમજ માર્ગ અકસ્માત, સોશિયલ મીડિયાને લગતા ગુનાઓ, પોક્સો સંબંધી ગુનાઓ સાથે પ્રોહિબિશન અને એનડીપીએસ સાથે સાયબર ગુનાઓથી બચવા કઈ રીતે સજાગ રહેવુ તે અંગે જાગૃત્તિ કરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

