સુરતમાં ફરી મનપાની સીટીલીંક બસના ડ્રાઈવરનુ બેફામ ડ્રાઈવીંગ
બેફામ બસ દોડાવનાર ચાલકના કારણે બસ ડિવાઈડર પર ચઢી
અકસ્માતનો સ્થાનિકોમાં ડર જોવા મળ્યો
સુરતમાં ફરી મનપાની સીટીલીંક બસના ડ્રાઈવરનુ બેફામ ડ્રાઈવીંગ સામે આવ્યુ છે. મોરાભાગળ વિસ્તારમાં બેફામ બસ દોડાવનાર ચાલકના કારણે બસ ડિવાઈડર પર ચઢી જતા મોટા અકસ્માતનો સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો.
સુરતના સુરતના મોરાભાગળ વિસ્તારમાં સિટીલીંક બસના ડ્રાઈવરે બેફામ રીતે બસ હંકારી હોવાની ઘટના સામે આવી છે. સુભાષ ગાર્ડન નજીક ડ્રાઈવરે બસ ડિવાઈડર પર ચઢાવી દેતા ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો તેમજ આસપાસથી પસાર થતા અન્ય વાહન ચાલકોની સુરક્ષાને લઈને હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જાહેર પરિવહનની બસના ડ્રાઈવરોના ડ્રાઈવિંગ પર તંત્ર ક્યારે લગામ કસશે? તેવી ચર્ચા જોવા મળી હતી.

