Site icon hindtv.in

સુરતમાં ફરી દારૂડિયાએ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો

સુરતમાં ફરી દારૂડિયાએ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો
Spread the love

સુરતમાં ફરી દારૂડિયાએ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો
સરથાણા જકાતનાકા પાસે નસેડી કાર ચાલકે અકસ્માત સર્જ્યો
કાર ચાલકને પકડી મેથિપાક આપી પોલીસને સોંપ્યો

સુરતમાં ફરી દારૂડિયાએ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો હોય તેમ સરથાણા જકાતનાકા પાસે નસેડી કાર ચાલકે બે બાઈક અને કારને જોરદાર ટક્કર મારી અકસ્માતને અંજામ આપતા લોકોએ કાર ચાલકને પકડી મેથિપાક આપી પોલીસને સોંપ્યો હતો.

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં દારૂના નશામાં ધૂત એક કાર ચાલકે ભારે આતંક મચાવી અકસ્માત સર્જ્યો છે. નશાખોર કાર ચાલકે બે બાઈક સવારો અને ત્યારબાદ એક કારને જોરદાર ટક્કર મારીને કુલ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં પાંચ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન થયું હતું, જેને પગલે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ અકસ્માત સર્જનાર કારના તમામ કાચ તોડી નાખ્યા હતા અને કારચાલકને પકડીને મેથીપાક આપ્યો હતો. જનતાના મારને કારણે ઈજાગ્રસ્ત થયેલા આરોપી કાર ચાલકને પણ હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે સરથાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version