સુરતમાં લૂંટ અને હત્યાના કેસનો આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લૂંટ અને હત્યાના કેસનો આરોપી ઝડપાયો
પોલીસે 19 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો
પોલીસે નરેશ રાવલને 19 વર્ષ બાદ ઝડપાયો
પોલીસે વેશ પલટો કરી કર્ણાટકના ઉડુપ્પીથી ઝડપી પાડ્યો

સુરતના ટોપ 16 વોન્ટેડ આરોપીઓમાં સામેલ ઉમરા પોલીસ મથકમાં હત્યા અને લુંટના ગુનામાં વોન્ટેડ 45 હજારના ઈનામી આરોપીને એસઓજીએ કર્ણાટકના ઉડુપ્પીથી ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બનેલા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા અને ઈનામી આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠલ પી.આઈ. એ.પી. ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. રામજીભાઈને મળેલી બાતમીના આધારે સુરતના મોસ્ટ 16 વોન્ટેડ આરોપીઓમાંથી ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા સાથે લુંટના ગંભીર ગુનામાં 19 વર્ષથી નાસતા ફરતા 45 હજારના ઈનામી આરોપી નરેશ કેસરીમલજી રાવલને કર્ણાટકના ઉડુપ્પી ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબ્જો ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *