સુરતમાં લગ્નની લાલચે આપ પાર્ટીના નેતાના મહિલા સાથે શરીર સંબંધ
શરીર સંબંધ બનાવ્યા બાદ આપઘાત કરવાની ધમકી
ધમકી આપનાર વિરૂદ્ધ લસકાણા પોલીસે ગુનો નોંધ્યો
સુરતમાં લગ્નની લાલચે મહિલા સાથે આપ પાર્ટીના કાળું વઘાસિયાએ શરીર સંબંધ બનાવ્યા બાદ આપઘાત કરવાની ધમકી આપનાર વિરૂદ્ધ લસકાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં લગ્નની લાલચે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરતના લસકાણા પોલીસ મથકમાં એક મહિલાએ લગ્નની લાલચે આપ પાર્ટીના કાળું વઘાસિયા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે સોશીયલ મીડિયા ફેસબુકના માધ્યમથી આરોપી કાળુ ચતુર વઘાસિયા સાથે તેઓની મિત્રતા થઈ હતી અને ત્યારે આરોપીએ મહિલાનો ફોન નંબર મેળવી પોતની પત્નિ પિયરમાં હોય અને મનદુઃખ થતા છુટાછેડા આપી દેવાના હોવાનુ કહી મહિલાનો વિશ્વાસ જીતી તેણી સાથે શારીરિક સંબંધ બાંધી લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. અને પોતે થોડા સમય અગાઉ સુરતમાં એક બિલ્ડરે કરેલા આપઘાત મામલે તેની મહિલા મિત્રનુ આરોપીમાં નામ ખુલ્યુ હોય તેવી રીતે પોતે આપઘાત કરી લેશે તેવી ધમકી આપી હતી. જેને લઈ હાલ તો પોલીસે મહિલાની ફરિયાદ લઈ મેડિકલ તપાસ પુર્ણ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

