સુરતમાં કિશોરીને લગ્નની લાલચે ભગાડી દુષ્કર્મ
દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા
કિશોરીને અનીલ ભુરા રાઠવા ભગાડી ગયો હતો
સુરતમાં કિશોરીને લગ્નની લાલચે ભગાડી જઈ દુષ્કર્મ ગુજારનાર આરોપી અને ભોગ બનનારને સચીન પોલીસે ઝડપી પાડ્યા હતાં.
સચીન હોજીવાલા માં કન્સ્ટ્રક્શન સાઈડ પાસેના ઝુપડામાંથી બાળ કિશોરીને ગત 5મી ઓક્ટોબરના રોજ લગ્નની લાલચે અનીલ ભુરા રાઠવા ભગાડી ગયો હતો જે મામલે સચીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6, મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો સહદેવસિંહ અને અપોકો પ્રકાશને મળેલી બાતમીના આધારે આરોપી અનીલ ભુરા રાઠવાને ઝડપી પાડી બાળ કિશોરીને મુક્ત કરાવી વાલી વારસને સોંપી હતી.

