Site icon hindtv.in

સુરતમાં યુવાધનને બરબાદ કરવાનો પર્દાફાશ

સુરતમાં યુવાધનને બરબાદ કરવાનો પર્દાફાશ
Spread the love

સુરતમાં યુવાધનને બરબાદ કરવાનો પર્દાફાશ
સ્ટરલાઈન વોટરમાં ડ્રગ્સ મિક્સ કર્યાનો ખુલાસા
ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ મિક્સ કરી સિરીંજ વેંચતા
પોલીસે 35 ઈન્સ્યુલિન ઈન્જેક્શન કબજે કર્યા

સુરત ક્રાઈમ બ્રાન્ચે માથાભારે આરોપીને ઝડપી પાડી ડ્રગ્સ વેંચાણનો નવો કીમીયો શોધી કાઢ્યો છે. આરોપીઓ એમડી ડ્રગ્સને ઈન્સુયલિન ઈન્જેકશન માં ભરી વેંચતા હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો પોલીસે માથાભારે આરોપી સહિતનાઓની ધરપકડ કરી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે બાતમીના આધારે ભાઠેનાનો કુખ્યાત ગુનેગાર જમીલ જંગલીના ઘરે ક્રાઈમ બ્રાન્ચે રેઈડ કરી ૧૨.૫૪ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. તેની સાથે મથાભારે તૌફિક પટેલ અને રેહાનખાનને પણ ઝડપી લેવાયા હતા. અહીંથી પોલીસે સ્ટરલાઈન વોટરની 11 શીશી અને 35 ઈન્સ્યુલિન ઈન્જેક્શન કબજે કર્યા હતા. સ્ટરલાઈન વોટરમાં એમ.ડી. મિક્સ કરી ડ્રગ્સ ભરેલી સિરીંજમાં ગ્રાહકોને વેચવામાં આવતી હતી. ડ્રગ્સ વેચાણના રોકડા 60 હજારથી વધુ પણ પોલીસે કબ્જે લીધા હતા. તો આ અંગે ડીસીપીએ જણાવ્યુ હતું કે ક્રાઈમ બ્રાન્ચે શનિવારે સાંજે ભાઠેના પંચશીલનગરમાં રહેતા માથાભારે જમીલ ઉર્ફે જંગલી અમીરખાનના ઘરે રેઈડ કરી હતી. આ શખ્સ મોટા એમ.ડી. ડ્રગ્સ ઇન્સ્યુલિન સિરીંજમાં ભરી વેચાણ કરતો હોવાની ગુપ્તા બાતમીને આધારે પોલીસે રેઈડ કરી હતી. પોલીસની રેઇડમાં જમીલ જંગલી ઉપરાંત 10 જેટલા ગુનામાં સંડોવાયેલો લિંબાયત પદ્માવતી નગરમાં રહેતા તૌફિક જહાંગીર પટેલ અને લિંબાયત પદ્મા નગરમાં રહેતા રેહાન રહેમાન ખાનને દબોચી લેવાયા હતા. પોલીસને અહીંથી 1.25 લાખની કિંમતનું 12.54 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. તો ડ્રગ્સ વેચાણના રોકડા 60 હજારથી વધુ અને સ્ટરલાઈન વોટરની 11 શીશી તથા 35 ઈન્સ્યુલિનના ઈન્જેક્શન મળી આવ્યા હતા. નશો કરવા આવતા ગ્રાહકોને અહીંથી એમ.ડી. ડ્રગ્સની પડીકીને બદલે સીધું જ ત્રણથી પાંચ હજાર રૂપિયામાં લિક્વિડ સ્વરૂપે ઈન્જેક્શન સિરીંજ અપાતું હોવાનો ખુલાસો થયો હતો. આ નવી ટેક્નિકથી બહાર આવતાં મામલો ગંભીર બન્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધવાની સાથે આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે અને સિરીંજનો આઈડિયા કેવી રીતે આવ્યો તેને લઇ તપાસ હાથ ધરી છે.

Exit mobile version