Site icon hindtv.in

રાજકોટમાં કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપવું ભારે પડ્યું

રાજકોટમાં કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપવું ભારે પડ્યું
Spread the love

રાજકોટમાં કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપવું ભારે પડ્યું
ઝોમેટોના ડિલિવરી બોયથી લઈ ગેરેજ સંચાલક સહિતના એકાઉન્ટમાં કરોડો રૂપિયા
14 રાજ્યોમાં 13 કરોડની છેતરપિંડી થયાનું ખૂલ્યું

છેલ્લા કેટલાય સમયથી સાયબર ફ્રોડના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર સાયબર ક્રાઇમની તપાસમાં ઝોમેટો કંપનીના ડિલિવરી બોયથી લઇ ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના બેંક એકાઉન્ટમાં ગણતરીના જ દિવસોમાં લાખો અને કરોડો રૂપિયા જમા થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ટોળકી દ્વારા ભારતભરમાં ગુજરાત ઉપરાંત દેશના કુલ 14 રાજ્યોમાં વસવાટ કરનારા નાગરિકો સાથે થયેલ સાયબર ફ્રોડનું કનેક્શન રાજકોટ શહેર સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું છે. સાયબર ફ્રોડના નાણાંમાંથી કમિશન મેળવવા માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપનારા વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. દેશના 14 રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનનારા લોકો દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદનું કનેક્શન રાજકોટ શહેર ખાતેથી નિકળ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જુદી જુદી બે ફરિયાદ નોંધી તપાસ કરતા આરોપીઓ દ્વારા કુલ 8 જેટલા એકાઉન્ટમાં સાઇબર ફ્રોડ આચરીને મેળવેલા રૂપિયા માંથી કુલ 13 કરોડથી પણ વધુ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એમ કૈલા તેમજ પીઆઇ પી.આર.ડોબરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ સાઇબર સેન્ટીલન્સ લેબની ટેકનિકલ ટીમની મદદથી ભારત સરકારના સમન્વય પોર્ટલ તેમજ NCCRP પોર્ટલ પર તપાસ કરવામાં આવી હતી.

વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા હોવાની પુષ્ટિ થતાં સંબંધિત એકાઉન્ટ ધારક તેમજ અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 28 વર્ષીય રોમેશ મુખીડા, 22 વર્ષીય મિત ગુપ્તા, 46 વર્ષીય લાલબહાદુર ગુપ્તા, 44 વર્ષીય પ્રવીણ શંખારવા તેમજ 25 વર્ષીય હાર્દિક લીંબાસીયા નામના શખ્સોની ધરપકડ કરી તમામ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની અર્થે રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં રોમેશ મુખીડા ઝોમેટો કંપનીમાં ડીલેવરી બોય હોવાનું સામે આવ્યું છે. મીત લાલબહાદુર ગુપ્તા તેમજ તેના પિતા લાલબહાદુર ગુપ્તા ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ચારેય આરોપીઓની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, ઓનલાઇન ફ્રોડના તથા ગેમીંગના રૂપિયા મેળવી સારું કમિશન મેળવવા માટે રાજેન્દ્ર ખુંગલા તેમજ પ્રવીણ શંખારવાની મદદથી પેઢીના ખોટા સિક્કા તેમજ ખોટી પાર્ટનરશીપ ડિટ્સની મદદથી ઉદ્યોગ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ તેમજ પેઢીના પાનકાર્ડ કઢાવી બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેના બદલામાં તેમને કમિશન મળ્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version