Site icon hindtv.in

દાહોદ ક્રિસમસ ફેસ્ટિવલ શાંતિ યાત્રા”નું આયોજન કરવામાં

દાહોદ ક્રિસમસ ફેસ્ટિવલ શાંતિ યાત્રા”નું આયોજન કરવામાં
Spread the love

દાહોદ ક્રિસમસ ફેસ્ટિવલ શાંતિ યાત્રા”નું આયોજન કરવામાં
તમામ ચર્ચના આગેવાનો ઉપસ્થિત રહ્યા
શાંતિ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી
દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન હર્ષદ નીનામા ઉપસ્થિત રહ્યા
કોંગ્રેસ શહેર પ્રમુખ આસીફભાઇ પણ ઉપસ્થિત રહ્યા

દાહોદ શહેર માં નાતાલના પાવન તહેવાર પૂર્વે રવિવારે CNI ચર્ચ, સોલમેશન આર્મી ચર્ચ, રોમન કેથલીક ચર્ચ, સાલુન ચર્ચ ભવ્ય “ક્રિસમસ ફેસ્ટિવલ શાંતિ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

સવારે ૧૧:૦૦ કલાકે CNI ચર્ચથી શરૂ થયેલી આ યાત્રામાં ખ્રિસ્તી સમાજના લોકો ભારે ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.આ શાંતિ યાત્રા CNI ચર્ચથી પ્રસ્થાન કરી નગરના મુખ્ય માર્ગ પર નીકળી હતી ત્યારબાદ પરત ફરી ચર્ચ ખાતે સમાપ્ત થઈ હતી. યાત્રામાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ લાલ ટોપીઓ પહેરી, ડીજેના તાલે ગવાતા નાતાલના ભક્તિ ગીતો સાથે ઉત્સાહપૂર્વક નૃત્ય કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને આનંદભેર વધાવ્યું હતું.યાત્રાના સમાપન પ્રસંગે ચર્ચના ફાધર નો કોંગ્રેસ દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામા તેમજ, દાહોદ શહેર પ્રમુખ આશીફ ભાઈએ શાંતિ યાત્રા નું સ્વાગત કર્યું હતું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતને પાપમાંથી મુક્તિ આપવા પૃથ્વી પર અવતાર લીધો હતો. નાતાલનો તહેવાર સમગ્ર વિશ્વને પ્રેમ, શાંતિ, આનંદ, એકતા અને પરસ્પર માફીનો દિવ્ય સંદેશ આપે છે દાહોદ માં યોજાયેલી આ ભવ્ય શાંતિ યાત્રા સાથે નાતાલના તહેવારનો વિધિવત પ્રારંભ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી ૨૫મી ડિસેમ્બર સુધી ચર્ચમાં વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે…

Exit mobile version