Site icon hindtv.in

નવસારીના ચીખલીની સદ્દભાવના હોસ્પિટલ વિવાદમાં

નવસારીના ચીખલીની સદ્દભાવના હોસ્પિટલ વિવાદમાં
Spread the love

નવસારીના ચીખલીની સદ્દભાવના હોસ્પિટલ વિવાદમાં
૨૫ વર્ષીય પરિણીતાનું ઓપરેશન બાદ ચાર દિવસમાં મોત
તબીબ સહિતના સ્ટાફ પર બેદરકારીના ગંભીર આક્ષેપ

નવસારીના ચીખલીની સદ્દભાવના હોસ્પિટલમાં ૨૫ વર્ષીય પરિણીતાનું ઓપરેશન બાદ ચાર દિવસ બાદ મોત નિપજ્યું

નવસારીના ચીખલીની સદ્દભાવના હોસ્પિટલમાં એક દુઃખદ ઘટના બની છે. બામણવેલ ગામની 25 વર્ષીય પરિણીતા પ્રિયા રાઠોડનું પેટમાં ચરબીની ગાંઠનું ઓપરેશન કર્યાના ચાર દિવસ બાદ સારવાર દરમિયાન મોત થયું છે. પરિવારજનોએ તબીબ સહિતના સ્ટાફ પર બેદરકારીના ગંભીર આક્ષેપ કર્યા છે અને ન્યાયની માંગ કરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકની લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મહિલાના પતિ તેજસ રાઠોડે જણાવ્યું છે કે, સીટી સ્કેનના રિપોર્ટ બાદ ચરબીની ગાંઠનું ઓપરેશન કરાયું હતું, પરંતુ સારવાર દરમિયાન તેમની પત્નીનું મોત થયું છે. આ ઘટના પછી પોલીસ તપાસમાં જોડાઈ છે અને હોસ્પિટલના તબીબ સહિતના સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Exit mobile version