Site icon hindtv.in

નવસારીમાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

નવસારીમાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
Spread the love

નવસારીમાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
બે ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર
સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ભારે હાલાકી

નવસારીથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવસારીમાં ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના નાગતલાવડી વિસ્તારમાં માત્ર બે ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

નવસારીમાં મેઘરાજાની એન્ટ્રી સાથે જ પાલિકાની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. સવારથી પડેલા માત્ર બે ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં જ નાગતલાવડી વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. આ વિસ્તારના આશરે ૧૨ જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોનો ઘરવખરીનો સામાન પલળી ગયો છે અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ સમસ્યા કોઈ નવી નથી. દર વર્ષે અહીં આ જ પરિસ્થિતિ સર્જાય છે. આ બાબતે નવસારી મહાનગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ હંમેશા શૂન્ય જ આવ્યું છે.

 

Exit mobile version