Site icon hindtv.in

મહેસાણામાં એક જ દિવસમાં 3 સ્થળે થયેલ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો..

મહેસાણામાં એક જ દિવસમાં 3 સ્થળે થયેલ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો..
Spread the love

મહેસાણામાં એક જ દિવસમાં 3 સ્થળે થયેલ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો..
ત્રણ સ્થળે લૂંટ ચલાવનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા..
વરઘોડો કાઢી રિકન્સ્ટ્રક્શન કરતાં લોકોએ પોલીસની કામગીરીને વધાવી

મહેસાણામાં એક જ દિવસમાં ત્રણ લૂંટને અંજામ આપનારા લશ્કરી કૂવા વિસ્તારના કુખ્યાત ડફેરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી લોકોમાંથી તેનો ડર દૂર થાય તે માટે એ ડિવિઝન પોલીસની ટીમે તોરણવાળી માતાના ચોક સહિતના વિસ્તારોમાં વરઘોડો કાઢી રિકન્સ્ટ્રક્શન કરતાં લોકોએ પોલીસની કામગીરીને વધાવી હતી.

મહેસાણા શહેરમાં લારી કાઢીને ગુજરાન ચલાવતા નાના વેપારીઓ સહિત લોકોને છરો બતાવી તેમની પાસેથી રૂપિયાની લૂંટ કરવા ટેવાયેલ રાધનપુર ચાર રસ્તા સ્થિત લશ્કરી કૂવા ડફેર દંગામાં રહેતા મહેબૂબ ઉર્ફે રજજુ આરબભાઈ સિંધી અને સુલતાન ઉર્ફે ડેરો હસનભાઈ સિંધીએ શનિવારે પોણા કલાકમાં ત્રણ જગ્યાએ લૂંટનો અંજામ આપ્યો હતો. ડીવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું કે, છાશવારે લોકોને છરો બતાવનાર મહેબુબ સામે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગુજસીટોક હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને રાજ્ય સરકારની નીતિ મુજબ આ બંને આરોપીઓના મકાન ઉપર પણ આગામી સમયમાં બુલડોઝર ફેરવીને તોડી પાડવા માટેની કાર્યવાહી કરાશે.

એ ડિવિઝન પીઆઇ પી.એલ. વાઘેલા સહિતની ટીમે અન્ય એક જગ્યાએ લૂંટ કરતાં સમયે જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. શહેરમાં છ લૂંટ સહિતના 10 ગુનાઓને અંજામ આપી ચૂકેલા મહેબૂબ રજ્જુ ડફેર અને પાંચ ગુનાઓ આચરનાર સુલતાન સિંધીની દાદાગીરીનો લોકોમાંથી ડર ખતમ થાય અને તેનો પાવર ઉતરે તે માટે પોલીસે સોમવારે સવારે તોરણવાળી માતાના ચોક સહિત ત્રણ સ્થળે લૂંટને અંજામ આપ્યો હતો તે જગ્યાએ વરઘોડો કાઢી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version